મોરબી સીટી એ ડીવીઝન સર્વેલન્સ પોલીસ ટીમની સફળ કામગીરી મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટિમ દ્વારા લાયન્સ નગરમાં વિદેશી દારૂનો વેપલો કરતા બે શખ્સોને રંગે હાથ ઝડપી લઈ દારૂ ઉતારવા રહેણાંક મકાન આપનાર વ્યક્તિને ફરાર જાહેર કરી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવિઝન પો.કોન્સ સમરતસીંહ ઝાલા તથા પો.કોન્સ ભાનભાઇ બાલાસરાને બાતમી મળી હતી કે, સાગર નવઘણભાઇ (રહે.મોરબી શનાળા બાયપાસ લાયન્સનગર) વાળો તથા વિજયભાઇ ચંદુભાઇ ચૌધરી (રહે.મોરબી લાયન્સનગર) વાળા બંને સાગર નવઘણભાઇના રહેણાંક મકાને ઇગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે રેઇડ કરતા આરોપી વિજયભાઇ ચંદુભાઇ ચૌધરી ઉ.વ.૨૩ રહે.મોરબી શનાળા બાયપાસ લાયન્સનગર શેરી તથા અમીતભાઇ બકુલભાઇ કેવડીયા (ઉ.વ.૩૨ રહે.નિલપર તા.રાપર જી.કચ્છ) વાળા મળી આવતા બન્ને પાસેથી મેકડોવેલ્સ નં.૧ સુપેરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી કાચની ૭૫૦ એમ.એલ.ની કંપની સીલબંધ બોટલ નંગ-૧૩૨ કિ.રૂ.૪૯૫૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. જયારે આરોપી સાગર નવઘણભાઇ (રહે.મોરબી લાયન્સનગર) વાળો હાજર ન હોય પોલીસે ફરાર જાહેર કરી ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરી સીટી એ ડિવિઝન પી.આઇ. બી.પી.સોનારા, પી.એસ.આઇ. એસ.એમ.રાણા, પો.હેડ.કોન્સ. રામભાઇ મંઢ તથા પો.હેડ કોન્સ. કિશોરભાઇ મિયાત્રા, મહાવીરસિંહ પરમાર, પો.કોન્સ. ભાનુભાઇ બાલસરા, ચકુભાઇ કરોતરા, ભરતભાઇ હુંબલ, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, સંજયભાઇ બાલાસરા તથા સમરતસિંહ ઝાલા વિગેરે જોડાયેલ હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..