વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામમાં પોલીસે બે શખસોને કારમાં રૂ. 8000ના દેશી દારૂની હેરાફેરી કરતા પકડી પાડયા છે. ચંદ્રપુરમાં માર્કેટયાર્ડ સામેથી ઈકો રજી. નંબર GJ 03 BW 2142 માં આરોપીઓ હરેશભાઈ જેશાભાઈ લાંબડીયા અને નયનભાઈ ગોકુળભાઈ કણસાગરા વેચાણ કરવાના ઈરાદે ગે.કા.પાસ પરમીટ કે આધાર વગર દેશી પીવાનો દારૂ ભરેલ પ્લા.ના બાચકા નંગ 8 (દેશી દારૂ લીટર 400, કી.રૂ. 8000)ની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દારુ, કાર, બે મોબાઇલ ફોન મળી એમ કુલ રૂ. 1,32,000નો મુદામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં આરોપી વિકાસભાઈ કમાભાઈનું નામ ખુલ્યું છે. પોલીસે બંને આરોપીઓની અટકાયત કરી છે. અને આરોપી વિકાસને પકડવા તજવીજ હાથ ધરી છે. તેમજ ત્રણેય આરોપીઓ સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..