મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બન્ને આરોપીને ઝડપી લઈ મોરબી અને વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કર્યા મોરબી :વાંકાનેર તાલુકાના લૂંટ ગુન્હામાં 21 વર્ષથી ફરાર આરોપી અને મોરબીના અપહરણના ગુન્હામાં આઠ વર્ષથી ફરાર આરોપી અંતે પોલીસની ગિરફ્તમાં આવ્યા છે. જેમાં મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બન્ને આરોપીને ઝડપી લઈ મોરબી અને વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કર્યા હતા. મોરબી જિલ્લામાં હાલ વિવિધ ગુન્હામાં લાંબા સમયથી ફરાર રહેલા આરોપીઓને પકડી પાડવાની ઝુંબેશ ચાલી રહી છે. ત્યારે વાંકાનેર તાલુકાના લૂંટ ગુન્હામાં 21વર્ષથી ફરાર આરોપી અને મોરબીના અપહરણના ગુન્હામાં આઠ વર્ષથી ફરાર આરોપી એમ બે આરોપીઓને પકડી લેવાની સૂચના આવતા મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે આરોપીઓને ઝડપી લેવાની તપાસ હાથ ધરી હતી અને બાતમીના આધારે આ ટીમે એમ.પી.ના જાબુઆ તેમજ ગુજરાતના દાહોદ જિલ્લામાંથી વાંકાનેર તાલુકા પોલીસ મથકમા નોંધાયેલા લૂંટના ગુન્હામાં 21 વર્ષથી નાસતો ફરતો આરોપી રમણ અબુભાઈ ઉર્ફે આલુભાઈ ભીલ અને મોરબીના અપહરણના ગુન્હામાં આઠ વર્ષથી ફરાર આરોપી કામના રાકેશ જીતરીયાને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..