માથકમાં મોટાભાગના ખેડૂતોએ બબ્બે પાંચ-પાંચ વીઘા લીંબુના વાવેતરને અલવિદા કર્યું હળવદ : કોરોના મહામારી બાદ લીંબુના ભાવ તળિયે બેસી જતા કંટાળી ગયેલ હળવદ પંથકના લીંબુ પકવતા ખેડૂતો હવે ઉભા પાક ઉપર ટ્રેકટર ફેરવી લીબુંડીને કાયમી અલવિદા કરી રહ્યા છે. હળવદ પંથક લીંબુ ઉત્પાદનનું હબ ગણાય છે, ખાસ કરીને માથક સહિતના ગ્રામ્ય વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો બેથી પાંચ વીઘા સુધીના લીંબુના બગીચા ધરાવે છે અને હાલમાં તમામ ખેડૂતોના બગીચામાં અંદાજે સાતથી આઠ વર્ષના લીંબુના ઝાડ લીંબુથી લુમેઝૂમે છે પરંતુ લીંબુના ભાવમાં ગાબડા પડી જતા હવે લીંબુની માવજત ખેડૂતોને માથે પડી રહી હોય ઉભા બગીચા ઉપર ખેડૂતો ટ્રેકટર ફેરવી રહ્યા છે. નવા માથક મહાવીરનગરમાં રહેતા ખેડૂત ઘનશ્યામભાઈ નાગજીભાઈ બારડ કહે છે કે, હાલમાં બજારમાં રૂપિયા 200 પ્રતિમણના ભાવે લીંબુ વેચાઈ રહ્યા છે. જેની સામે એક બાચકી લીંબુ ઉતારવાનો ખર્ચ શ્રમિકને રૂ.70 અને ભાડાના રૂપિયા 60 પ્રતિ બાચકું અને 20 રૂપિયા દલાલી ચૂકવતા ખેડૂત પાછળ પ્રતિમણ 50 રૂપિયા બચે છે. એ જોતાં વીઘે પાંચ હજાર રૂપિયાની પણ કમાણી થતી ન હોય ખેડૂતો લીંબુના બગીચાથી કંટાળી ગયા છે. લીંબુનો બગીચો ધરાવતા ખુમાનભાઈ હેમુભાઈ જણાવે છે કે હળવદ પંથકના લીંબુ માત્ર ગુજરાત જ નહીં પણ દિલ્હી સુધી જાય છે પરંતુ સાતથી આઠ વર્ષની માવજત કરી ઉછરેલા લીંબુના બગીચામાં સારું વળતર મળતું ન હોય ખેડૂતો હવે લીંબુના પાકથી કંટાળી ગયા છે. અને હવે ક્યારેય લીંબુનું વાવેતર નહિ કરવા નક્કી કરી લીંબુને અલવિદા કર્યું છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..