સમસ્યાનો ઉકેલ લાવવા રહીશોની પાલિકાને રજૂઆત મોરબી : મોરબી શહેરમાં આવેલ વોર્ડ નંબર 11માં ગોકુલનગર સોસાયટીમાં ભૂગર્ભ ગટર છલકાય રહી છે. આ સમસ્યાનું નિવારણ કરવા માટે સોસાયટીના રહીશો દ્વારા નગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. મોરબીમાં શનાળા બાયપાસ પાસે વોર્ડ નંબર 11માં આવેલ ગોકુલનગરની શેરી નંબર 20-21માં ભૂગર્ભ ગટર ભરાઇ ગયેલ છે. આથી, ગટરનું ગંદુ પાણી રસ્તા પર વહેવા લાગ્યું છે અને દુર્ગંધ આવી રહી છે. રોગચાળો ફેલાવાની શક્યતા છે. તેમજ ગોકુલનગર મેઇન રોડ ઉપર તંત્ર એ ભૂગર્ભ ગટરની નવી પાઇપલાઇન પણ નાખેલ છે. છતાં ગટર ઉભરાય છે. તેમ લતાવાસીઓએ રજૂઆતમાં જણાવી વહેલી તકે કુંડી સાફ કરવા માટેની માંગ કરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..