મોરબીના સમાકાંઠે મારામારીની ઘટનામાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ મોરબી : મોરબીના સમાકાંઠા વિસ્તારમાં સામાન્ય બાબતે ચાર શખ્સોએ યુવાનને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટના સંદર્ભે યુવાને ચાર શખ્સો સામે હુમલો કર્યાની ફરિયાદ નોંધાવતા બી ડિવિઝન પોલીસે આ તમામ આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના સમાકાંઠે સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ ભક્તિનગર સોસાયટીમાં રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ મુછડીયા (ઉંમર વર્ષ ૩૨) એ આરોપીઓ વિનોદભાઈ કેશુભાઈ મકવાણા, સાગરભાઇ સોલંકી, જયેશભાઇ બાબુભાઇ ખરા, પ્રકાશભાઇ મહાલીયા (રહે.બધા સમર્પણ પાછળ મોરબી-૨) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૪ ના રોજ સાંજના પાંચેક વાગ્યા વખતે સમર્પણ હોસ્પિટલ પાસે, ચાની હોટલ પાસે ફરીયાદીને આરોપીએ ફોન કરી બોલાવી અને કેમ અમો કહીએ ત્યારે ઉભો રહેતો નથી તેમ કહી ગાળો આપી આરોપીઓએ લાકડી વડે માર મારી તેમજ ઢિકાપાટુનો માર મારી અને એક આરોપીએ પક્ડી રાખી અન્ય આરોપીએ મારતા મુંઢ ઇજાઓ કરી હતી. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..