ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના નેતાઓની હાજરી, ગૃહમંત્રી શાહ પણ વર્ચ્યુઅલી જોડાયા મોરબી : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા સાયન્સ સીટી, અમદાવાદ ખાતે એક્વેટીક ગેલેરી, રોબોટિક ગેલેરી અને નેચર પાર્કનું ઉદ્દઘાટન, નવીનીકરણ પામેલ ગાંધીનગર રેલવે સ્ટેશનનું ઉદ્દઘાટન, 318 રૂમની 5 સ્ટાર હોટલ, રેલવે અંડરપાસ ઉદ્દઘાટન, ગાંધીનગર કેપિટલ -વારાણસી સુપરફાસ્ટ અને ગાંધીનગર કેપિટલ -વરેઠા ટ્રેનને ઈ-ફ્લેગ ઓફ અને રેલવેના વિવિધ પ્રોજેક્ટોનું વર્ચ્યુઅલી લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ વેળાએ કેન્દ્રિય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રિય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રિય રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, સાંસદ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અમદાવાદ, મહેસાણા, વડનગર, આણંદ, સુરેન્દ્રનગર, છાયાપુરી સ્ટેશન સહિત વિવિધ સ્થાનો પરથી રાજ્યમંત્રી મંડળના સભ્યો, પદાધિકારીઓ-અધિકારીઓ, પ્રજાજનો વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..