આગોતરું આયોજન કરી નિર્મમ હત્યાઓ રોકવા ભાજપ આગેવાન દ્વારા રાજ્યના પોલીસ વડાને રજૂઆત મોરબી : આગામી બકરી ઈદના તહેવારના અનુસંધાનમાં ગાય કે ગૌવંશ સહીતના અબોલ પશુઓની ગેરકાયદેસર રીતે થતી હેરાફેરી અને ગેરકાયદેસર રીતે થતી ગૌવંશ અને અબોલ જીવોની નિર્મમ હત્યાઓ આ વર્ષે ન થાય તે માટે ઘટતી કાર્યવાહી કરવા બાબતે મોરબી જીલ્લા યુવા ભાજપના મહામંત્રી તપન દવે દ્વારા ગુજરાત રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભાજપના મહામંત્રી તપન દવેએ લેખિત રજૂઆત જણાવ્યુ છે કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ગુજરાત અહિંસક તરીકેની છાપ ધરાવે છે અને હિંદુ સનાતન સંસ્કૃતિ મુજબ ગાયને ગૌમાતા તરીકેનું બિરુદ મળેલું છે અને હિંદુ ધર્મ સહીત ભારતના દેશવાસીઓ ગૌમાતા સાથે લાગણીથી જોડાયેલા છે. ભૂતકાળના સમયમા બકરી ઈદના તહેવારમાં રાજ્યમાં અનેક જગ્યાએ ગૌમાતા અને ગૌવંશ સહીત અબોલ જીવોની ગેરકાયદેસર રીતે હત્યા થતી હોઈ તેવા અનેક કિસ્સાઓ ધ્યાનમાં આવેલા છે ત્યારે ગુજરાત રાજ્યની વર્તમાન સંવેદનશીલ સરકારે ગુજરાત રાજ્યમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવેલ છે અને ગૌહત્યા વિરુદ્ધ કડક કાયદો પણ ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવ્યો છે. વધુમાં આવનાર બકરી ઈદના નજીકના સમયમાં ગૌવંશો અને અબોલ જીવોની નિર્દયતાપૂર્વક અને ગેરકાયદેસર રીતે થતી હેરફેર સદંતર રીતે બંધ થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવે અને ગુજરાતના દરેક જીલ્લાઓ અને તાલુકાઓમાં અબોલ જીવોની હત્યાની ગેરકાયદેસર પ્રવૃતિઓ બંધ થાય તે માટે આગોતરું આયોજન કરવા નમ્ર પ્રાર્થના છે. ગુજરાત પોલીસ આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે કટિબદ્ધ હશે તો કોઈપણ સમાજના લોકોએ આ વિષયના અનુસંધાને રસ્તા પર નહી ઉતરવું પડે અને ગુજરાત રાજ્યમાં શાંતિનો માહોલ અકબંધ રહેશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..