મોરબી : મોરબી શહેર વિસ્તારમાં વસવાટ કરતા અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પેન્શન યોજના કે વૃદ્ધ સહાય યોજના અંતર્ગત સહાય મેળવતા લાભાર્થીઓને જણાવાયુ છે કે, આગામી તા.30 જુલાઈ સુધી હૈયાતીની ખરાઈ કરવાની કામગીરી ચાલુ હોય સહાય મેળવવા લાભાર્થીઓએ રૂબરૂ મામલતદાર કચેરી મોરબી શહેર હંટર ટ્રેનિંગ કોલેજ વિશિપરા ખાતે હાજર થઈ બિનચુક હૈયાતીની ખરાઈ કરાવી લેવું. વિકલ્પે સહાય બંધ કરવામાં આવશે. જેની નોંધ લેવા પણ જણાવાયું છે. જે લોકોને પોસ્ટ મારફત ખરાઈ અંગેનો પરિપત્ર મળેલ છે. તે લોકોને હૈયાતી અંગેની ખરાઈ પ્રા. શાળાના આચાર્ય અથવા ચીફ ઓફિસર મોરબી નગરપાલિકા અથવા તલાટીથી રૂબરૂ કરાવી પ્રમાણપત્ર રજૂ કરી આપવાનું રહેશે. હૈયાતીની ખરાઈ માટે સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ : સહાય અંગેનો હુકમ આધારકાર્ડની નકલ બેંક પાસબુકની નકલ ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..