મોરબી : મોરબી જિલ્લાના નવ તલાટી કમ મંત્રીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. મોરબી જિલ્લા પંચાયત કચેરીની મહેકમ શાખા દ્વારા જિલ્લા પંચાયત હસ્તક ફરજ બજાવતા તલાટી કમ મંત્રીઓની સ્વ વિનંતીથી તેમજ વહીવટી સરળતા ખાતર બદલી કરવાનો આજે હુકમ કરવામાં આવેલ છે. જે મુજબ મોરબી તાલુકાના આમરણના તલાટી કમ મંત્રી પી. આર. રામાનુજની ચાંચાવદરડા (માળિયા) ખાતે તથા ત્રાજપરના એન. પી. ડાંગરની આમરણ (મોરબી) ખાતે બદલી કરવામાં આવી છે. હળવદ તાલુકાના દેવીપુરના તલાટી કમ મંત્રી એચ. ડી. પરમારની રણમલપુર (હળવદ) ખાતે, રણમલપુરના એલ. વી. મકવાણાની ત્રાજપર (મોરબી) ખાતે, ઢવાણાના બી. એ. ઝાલાની ટીકર (હળવદ) ખાતે, ટીકરના એસ. આર. વરસડાની ઢવાણા (હળવદ) ખાતે, ચરાડવાના જી. આર. આલની રણછોડગઢ (હળવદ) ખાતે, નવા દેવળીયાના ડી. એમ. વાઘેલાની વેજલપર (માળિયા) ખાતે તેમજ વાંકાનેર તાલુકાના કોઠી ગામના પી. સી. ચૌહાણની રાયસંગપુર (હળવદ) ખાતે બદલી કરવામાં આવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..