હળવદ નગરપાલિકાએ રોસ્ટર પદ્ધતિથી કરેલી સફાઈ કામદારોની ભરતીમાં ફૂલફટાક થઈને ફરતા યુવાનોની ભરતી હળવદ : કોરોના મહામારી બાદ લોકોને આર્થિક સંકળામણ અકળાવી રહી છે ત્યારે સરકારી ભરતીમાં હવે ભણેલા ગણેલા અને ફૂલફટાક થઈને ફરતા જનરલ કેટેગરીના યુવાનો સફાઈ કામદાર માટેની ભરતીમાં ઉમેદવાર તરીકે પસંદ થયા છે. હળવદ નગરપાલિકા દ્વારા તાજેતરમાં 13 સફાઈ કર્મચારીઓની ભરતી રોસ્ટર પદ્ધતિથી કરતા જનરલ કેટેગરીના બેરોજગારો પણ કાયમી બની ગયા છે. જો કે આ ભરતી પ્રક્રિયામાં રોસ્ટર પદ્ધતિના અમલ સામે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના પૂર્વ હોદેદાર મનહરભાઈ ઝાલાએ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય આયોગમાં રજુઆત કરી કાયદાકીય લડત આપવા પણ જણાવ્યું છે. સામન્યતઃ ગ્રામ પંચાયતથી લઇ નગર અને મહાનગરપાલિકામાં સફાઈ સૈનિક તરીકેની ફરજ અનુસૂચિત જાતિ સમાજ હેઠળ આવતા વાલ્મિકી સમાજના ઉમેદવારો જ ભરતી થતા હોય છે ત્યારે સરકાર દ્વારા રોસ્ટર પદ્ધતિથી ભરતી પ્રક્રિયા કરવાનું ઠરાવતા તાજેતરમાં હળવદ નગરપાલિકા દ્વારા 13 સફાઈ કામદારોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. જો કે, આ ભરતી પ્રક્રિયામાં રહસ્ય છુપાયેલ હોય તેમ શરૂઆતમાં તો નગરપાલિકા દ્વારા ભરતી કરવામાં આવેલા કર્મચારીઓના નામ કે વિગતો જાહેર કરવામાં આવી ન હતી પરંતુ બાદમાં પારદર્શક ભરતી પ્રક્રિયા થઇ હોવાનું કહી કચવાતા મને ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જે જોતા સ્થાનિક લોકો પણ ચોકી ઉઠ્યા હતા. બીજી તરફ આ ભરતી પ્રક્રિયામાં રોસ્ટર પદ્ધતિનો અમલ કરી જનરલ કેટેગરીના ઉમેદવારોની ભરતી કરવામાં આવતા આ મામલે રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગના ભૂતપૂર્વ હોદેદાર એવા મનહરભાઈ ઝાલાએ રોસ્ટર પદ્ધતિથી થતી ભરતીને કારણે વાલ્મિકી સમાજને અન્યાય થતો હોવાનું જણાવી આ મામલે મુખ્યમંત્રીથી લઈ રાષ્ટ્રીય સફાઈ કામદાર આયોગ સુધી રજુઆત કરી અન્યાય મામલે લડત ચલાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. જો કે, રોસ્ટર પદ્ધતિથી થયેલી આ ભરતીમાં કેટલાક વગદારો પણ ફાવી ગયા હોવાની ચર્ચા વચ્ચે જમીની હકીકત એ છે કે, સફાઈ સૈનિક અને સાચા કોરોના વોરિયર તરીકે જેમની ગણના થાય છે તેવા જવાબદારી ભર્યા કામમાં ફૂલફટાક બનીને ફરતા જનરલ ઉમેદવારો ખરા અર્થમાં ફિલ્ડ ઉપર કામ કરવા જાય છે કે નહીં તે તો આવનાર સમય જ બતાવશે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..