અકસ્માતોની વણઝાર છતાં સરકારી વિભાગના પેટનું પાણી નથી હલતું મોરબી : માળીયા કંડલા હાઇવે ઉપર લક્ષ્મીનગર ઓવરબ્રિઝ નજીક સર્વિસ રોડમાં જીવલેણ મોતનો ખાડો અકસ્માતની વણઝાર સર્જી રહ્યો હોવા છતાં સંબંધિત વિભાગ દ્વારા મરામત કાર્ય ન હાથ ધરાતા દરરોજ ટ્રક પલટી મારી રહ્યા છે અને છેલ્લા બે દિવસમાં જ ત્રણ ટ્રક પલટી મારી ગયાનું બહાર આવ્યું છે. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી માળીયા હાઇવે ઉપર કંડલા તરફ જતા માર્ગ ઉપર લક્ષ્મીનગર ગામના ઓવરબ્રિઝ પાસે છેલ્લા લાંબા સમયથી મસ મોટો ખાડો પડી ગયો છે અને આ ખાડો મોતના કુવા સમાન બન્યો હોય દરરોજ અહીં હેવી ટ્રક ફસાઈ જાય છે અથવા તો પલટી મારી જતા હોવાની ઘટના રોજિંદી બની છે. બીજી તરફ પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત સંબંધિત વિભાગો આવા ગંભીર અકસ્માતની સંભાવના ધરાવતા માર્ગોની મરામત કરતા હોય છે પરંતુ ટ્રાફિકથી સતત ધમધમતા રહેતા આ માર્ગ ઉપર અકસ્માતની વણઝાર સર્જાતી હોવા છતાં પણ આટલા મોટા ખાડાને પુરવાની તસ્દી લેતું ન હોય અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે અને છેલ્લા બે દિવસમાં જ ત્રણ ટ્રક પલટી મારી ગયા હોવાનું રવિ રોડવેઝ વાળા પિન્ટુભાઈ રબારી રોષભેર જણાવી રહ્યા છે. આ સંજોગોમાં હવે હાઇવે ઓથોરિટી કે સંબંધિત સરકારી વિભાગ અકસ્માતની પરંપરા સર્જી રહેલ આ જીવલેણ મોતનો કૂવો તાત્કાલિક રીપેર કરી પુરે તેવી માંગ સ્થાનિક નાગરિકો ઉઠાવી રહ્યા છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..