પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડૉ. ભાડેસિઆની પ્રેરક ઉપસ્થિતિ મોરબી : સૌરાષ્ટ્ર પ્રાંત -રાજકોટ વિભાગના મોરબી જિલ્લામાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ-રાજકોટ દ્વારા આયોજિત નિબંધ સ્પર્ધાના વિજેતાઓને આજરોજ પી.જી. પટેલ કૉલેજ - મોરબી ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં સમાજમાં જાગૃતિ આવે તથા બાળકો તથા યુવાનો લેખન કળાની આદત પડે તે હેતુથી અલગ-અલગ ત્રણ ગતિવિધિ જેમકે સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ તથા કુટુંબ પ્રબોધન વિષય અંતર્ગત ત્રણ વિભાગમાં (૧) ધો. ૬ થી ૧૦ (૨)ધો.૧૧થી અનુસ્નાતક (૩) અન્ય ભાઇઓ - બહેનો કુલ મળીને ૧૦૦ થી વધુ સ્પર્ધકોએ આ નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. ઇનામ વિતરણ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકજી ડૉ. ભાડેસિઆ સાહેબના હસ્તે કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા સંયોજક અલ્પેશભાઇ ગાંધીએ પ્રાસ્તાવિક પ્રબોધક કર્યુ હતુ તથા પી.જી. પટેલ કોલેજના પ્રો. અનિલભાઇ કંસારાએ વર્તમાન સમયના વિદ્યાર્થીઓની માનસિકતા-પરિવારમાં મોબાઇલની સમસ્યા જેવા વિષયમાં રમુજ સાથે મનનીય પ્રવચન આપ્યું હતું. મુખ્ય વકતા ડૉ. ભાડેસિઆ સાહેબએ ત્રણેય ગતિવિધિની આવશ્યકતા તથા વર્તમાન સમયમાં તેની ઘર-ઘર સુધી પહોંચાડવાની જરૂરિયાત વિશે ઉદાહરણ સાથે સુંદર પ્રવચન આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં ડૉ. હેડગેવાર સ્મારક સમિતિના ટ્રસ્ટી વિપુલભાઇ અઘારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ડૉ. મનુભાઈ કૈલાએ આભાર વિધિ કરેલ હતી.કાર્યક્રમમાં અંદાજે ત્રીસ પરિવાર અને ૮૦ જેટલા ભાઇઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. છેલ્લે અલ્પાહાર સાથે કાર્યક્રમની પૂર્ણાહુતી થઇ હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..