જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા પ્રભારી મંત્રીને રજુઆત કરાઈ મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ સિવાય જિલ્લાના પાંચેય તાલુકા મથકે માં કાર્ડ અને આયુષમાન કાર્ડની કામગીરી એક માસથી બંધ છે. આથી જરૂરિયાતમંદ લોકો આરોગ્ય સેવાથી વંચિત રહી જાય છે. આથી, મોરબી જિલ્લાના ચારેય તાલુકા મથકે માં કાર્ડની કામગીરી ચાલુ કરવાની માંગ સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા મોરબી જિલ્લા પ્રભારી મંત્રીને રજુઆત કરાઈ છે. મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુલાલ છગનભાઇ શિહોરાએ મોરબી જીલ્લાના પ્રભારી મંત્રી સૌરભભાઇ પટેલને રજુઆત કરી હતી કે, હાલમાં મોરબી જીલ્લામાં ફકત મોરબી જનરલ હોસ્પિટલ મુકામે એક જ કીટ મારફતે મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ કાઢવા રીન્યુ કરવા માટેની કામગીરી થાય છે. બાકીના પાંચ તાલુકા મથકે કામગીરી થતી નથી. તે છેલ્લા ૧ માસથી બંધ છે. જેથી, મધ્યમ વર્ગના માણસો કે જેઓના પરિવારના સભ્યો કે જે ગંભીર બીમારીથી પીડાતા હોઇ તેઓ યોજના અંતર્ગત સારવાર લેવાની માટે નવા માં અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડ નિકળી શકતા નથી કે રીન્યુ પણ થઇ શકતા નથી. આથી લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર થવું પડે છે. તેથી લોકોને સરકારની આરોગ્ય સેવાનો લાભ મળે તે માટે મોરબી જીલ્લાના બધા તાલુકામાં માં અમૃતમ કાર્ડ, આયુષ્યમાન કાર્ડની કામગીરી વહેલી તકે શરૂ કરવાની માંગ ઉઠાવી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..