ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સાદી કેદ ઉપરાંત ચેક રિટર્ન થયો ત્યારથી 9 ટકા વ્યાજ સાથે રકમ ચૂકવવા ફરમાન : ચુકાદા સમયે આરોપી હાજર ન રહેતા બિનજામીનપાત્ર વોરંટ મોરબી : મોરબીના ખારચીયા ગામે આવેલ કોટન ઓઇલ મિલમાંથી ઉધારમાં ખોળ ખરીદ કર્યા બાદ ધ્રોલ તાલુકાના નથુવડલા ગામના અસામીએ આપેલ રૂપિયા 5,92,796નો ચેક રિટર્ન થતા મોરબી નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ આ કેસ ચાલી જતા અદાલતે આરોપીને બમણી રકમ નવ ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરવાની સાથે એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આ કેસની ટૂંકી હકીકત જોઈએ તો મોરબી તાલુકાના ખારચીયા ગામે આવેલ વસુંધરા કોટન ઓઇલ મિલના ભાગીદાર મનીષભાઈ ભાણજીભાઇ શેરસીયા પાસેથી ધ્રોલ તાલુકાના નથુવડલા ગામે રહેતા આરોપી નાગજીભાઈ લીંબાભાઈ ઝાપડાએ ઉધારમાં ખોળ ખરીદ કરી બાદમાં નાણાં ચુકવવાને બદલે તેમના રાજકોટ રહેતા મિત્ર ભગાભાઇ પાલાભાઇ ભરવાડના નામનો ચેક આપ્યો હતો. જે ચેક બેંકમાં ભરતા રિટર્ન થતા પેઢીના ભાગીદાર મનીષભાઈએ નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ કોર્ટમાં વર્ષ 2017માં ફરિયાદ દાખલ કરી હતી. જે અંગેનો કેસ ચાલી જતા નામદાર કોર્ટ દ્વારા આરોપીને કસુરવાર ઠેરવી રિટર્ન થયેલ ચેકની રકમ 5,92,796ની બમણી રકમ કેસ દાખલ તારીખથી વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે ચૂકવી આપવા આદેશ આપી સાથે એક વર્ષની સાદી કેદની સજા અને સમયસર નાણાં ન ચૂકવે તો વધુ 90 દિવસની સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે ચુકાદા સમયે આરોપી હાજર ન રહેતા નામદાર અદાલતે આરોપી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ પણ ઈશ્યુ કર્યું છે. ફરિયાદ પક્ષે એડવોકેટ સી.પી.સોરીયા, સોનલ કે. પરમાર અને કે.ડી.શંખેશરીયા રોકાયેલા હતા. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..