પોલીસે સ્થળ ઉપરથી રૂ. 50 હજારનો મુદામાલ જપ્ત કર્યો મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બી ડિવિઝન પોલીસ ત્રાટકી હતી અને પોલીસે જુગાર રમતા 6 શખ્સોને ઝડપી.લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રૂ.50 હજારનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબીના મહેન્દ્રનગરમાં જાહેરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમી મળતા સીટી બી ડિવિઝનના પીઆઇ વિરલ પેટલના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટાફ ગઈકાલે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે ત્રાટક્યો હતો અને પોલીસે મહેન્દ્રનગર ગામ પાસે નીલકંઠ પાર્ક સોસાયટીમાં ગજાનન પેલેસની બાજુમાં આવેલી શેરીમાં જાહેરમાં જુગાર રમતા વિજયભાઈ બળદેવભાઈ વિડજા, કાંતિભાઈ નરસીભાઈ જુલાસણા, સંગેશભાઈ નટુભાઈ વરમોરા, પરેશભાઈ મનસુખભાઇ વરમોરા, વિશાલભાઈ કિશોરભાઈ ફળદુ, રજનીશભાઈ મનસુખભાઇ બાવરવાને ઝડપી લીધા હતા. તેમજ પોલીસે સ્થળ ઉપરથી રોકડા રૂ.10,400 અને 7 મોબાઈલ મળીને કુલ રૂ.50 હજારનો મુદામાલ કબ્જે કરી આ તમામ આરોપીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..