મોરબી : મોરબી તાલુકાના ઘુંટૂ ગામમાં આવેલ સીરામીક યુનિટમાં મશીનમાં આવી જતા મહિલા શ્રમિકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘુંટૂ ગામમાં લગધીરપૂર રોડ પર મેટ્રોપોલ સીરામીક યુનિટમાં લલીતાદેવી રામરતન માલવીય (ઉ.વ. 42, રહે. મેટ્રોપોલ સીરામીકના લેબર કવાર્ટરમાં) કામ કરતા હતા. તે વખતે પોલીસીંગ બેલ્ટના પટામાં આવી જતા તેમનું મોત નીપજ્યું છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકમાં અકસ્માતે મોત દાખલ કરી પોલીસે આગળની કાર્યવાહી કરી હતી. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..