સ્વામિનારાયણ સંતોએ પધારી આશિર્વચન પાઠવ્યા મોરબી : મોરબીના શનાળા રોડ પર આવેલી જાણીતી ભાડેસિઆ હોસ્પિટલમાં અષાઢી બીજના પાવન અવસરે ડો. જયંતિભાઈ ભાડેસિયાના પુત્ર ડો. પ્રણવ ભાડેસિઆની બાળકો અને નવજાત શિશુ માટેની તથા પુત્રી ડો. ભૂમિ ભાડેસિઆની કાન- નાક -ગળાના રોગો માટેની હોસ્પીટલનો વૈદિક યજ્ઞથી શુભારંભ કરવામાં આવ્યો હતો. આ વેળાએ IMA તથા IAP મોરબીના ડો વિજયભાઇ ગઢીયા, ડો. દિપકભાઇ અઘારા, ડો. રમેશભાઇ બોડા, ડો. અંકિતભાઇ સીનોજીયા તથા ડો.બાબુભાઇ અઘારા દ્વારા દીપ પ્રાગટય પણ કરવામાં આવ્યું હતું. શુભારંભ વેળાએ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરેથી હરિસ્મરણ સ્વામિ તથા પૂજય ભાણદેવજીએ આશીર્વાદ આપવા પધારી આ ક્ષણને યાદગાર સંભારણું બનાવી દીધું હતું.