ત્રણ દિવસ પહેલા ડમ્પર ચાલકે ઢગલો કરતા વાહન ચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલી મોરબી : મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે કે અન્ય માર્ગો ઉપર ભારે વાહન ચાલકો દ્વારા જોખમી રીતે રોડ ઉપર માટી કે પથ્થરની ડસ્ટનો ઢગલો દેવાની બેદરકારી યથાવત રહી છે. જેમાં વાંકાનેરથી બોકડથભા તરફના રોડ ઉપર ત્રણ દિવસ પહેલા ડમ્પર ચાલકે પથ્થરની ડસ્ટનો પથારો કરી દેતા વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. તેથી સંબધિત તંત્ર આવા હેવી વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવે તેવી માંગ ઉઠી છે. પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેરથી બોકડથભા તરફના રોડ ઉપર સફેદ માટી જેવા નાના-મોટા પથ્થરોનો મોટો ઢગલો જોવા મળી રહ્યો છે. જેમાં કોઈ ડમ્પર ચાલકે જોખમી બેદરકારી દાખવીને ત્રણ દિવસ પહેલા આ રોડની વચ્ચોવચ્ચ નાના-મોટા પથ્થરોનો મોટો ઢગલો ખડકી દીધો છે. રોડની વચ્ચોવચ પડેલા આ પથરાએ અડધો માર્ગ રોકી દીધો છે. જેથી વાહનોને અવરજવર માટે અડધો જ માર્ગ બચ્યો છે. તેથી વાહન ચાલકોને અહીંથી અવરજવર કરવામાં ભારે મુશ્કેલી ભોગવવી પડે છે. તેમાંય રાત્રીના સમયે અકસ્માતનું જોખમ રહે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હેવી વાહનોમાં ઓવરલોડ માલ ભરેલો હોય છે ત્યારે રસ્તામાં કદાચ કાયદાની નજરથી બચવા આવા હેવી વાહન ચાલકો ગમે ત્યાં રોડ ઉપર માલ ઠાલવી દેતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આવી જોખમી બેદરકારી દાખવતા હેવી વાહન ચાલકોને સંબધિત તંત્ર કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..