કપાસ, કોટન, સીપીઓ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિઃ મેન્થા તેલમાં ઘટાડો બુલડેક્સ ફ્યુચર્સમાં 68 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 104 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,33,480 સોદાઓમાં કુલ રૂ.12,040.45 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહ હતા. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.1 જેટલો મામૂલી ઢીલો હતો, જ્યારે ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.53 વધ્યો હતો. એલ્યુમિનિયમ સિવાયની તમામ બિનલોહ ધાતુઓ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને નરમ ટ્રેડ થઈ રહ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક વૃદ્ધિ થઈ હતી, જ્યારે મેન્થા તેલમાં ઘટાડો વાયદાના ભાવમાં થયો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 68 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 104 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 63,132 સોદાઓમાં કુલ રૂ.4,159.45 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.48,270ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.48,501 અને નીચામાં રૂ.48,236 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.1 ઘટી રૂ.48,298ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.29 વધી રૂ.38,635 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.4,775ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,500 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,889 અને નીચામાં રૂ.69,401 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.53 વધી રૂ.69,465 બોલાઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 34,471 સોદાઓમાં કુલ રૂ.2,731.32 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,414ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,415 અને નીચામાં રૂ.5,338 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.102 ઘટી રૂ.5,349 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.0.60 ઘટી રૂ.272.10 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 2,823 સોદાઓમાં રૂ.380.50 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,320ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1340.50 અને નીચામાં રૂ.1320 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.11 વધી રૂ.1,334.50 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,782ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,850 અને નીચામાં રૂ.16,752 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.37 વધી રૂ.16,848ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,073ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1081.20 અને નીચામાં રૂ.1070.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.60 વધી રૂ.1078 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24.30 ઘટી રૂ.957 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.110 વધી રૂ.25,610 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 20,985 સોદાઓમાં રૂ.2,537.49 કરોડનાં 5,242.447 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 42,147 સોદાઓમાં કુલ રૂ.1,621.96 કરોડનાં 232.584 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 14,991 સોદાઓમાં રૂ.1,568.47 કરોડનાં 29,19,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 19,480 સોદાઓમાં રૂ.1,162.85 કરોડનાં 4,25,78,750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 28 સોદાઓમાં રૂ.0.75 કરોડનાં 112 ટન અને કોટનના વાયદાઓમાં 618 સોદાઓમાં રૂ.58.46 કરોડનાં 22775 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 290 સોદાઓમાં રૂ.11.22 કરોડનાં 115.92 ટન, રબરના વાયદાઓમાં 45 સોદાઓમાં રૂ.0.82 કરોડનાં 49 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,842 સોદાઓમાં રૂ.309.25 કરોડનાં 28,830 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 17,209.733 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 453.062 ટન, ક્રૂડ તેલમાં 6,54,300 બેરલ અને નેચરલ ગેસમાં 2,57,10,000 એમએમબીટીયૂ તેમ જ કપાસમાં 112 ટન, કોટનમાં 177575 ગાંસડી, મેન્થા તેલમાં 424.44 ટન, રબરમાં 100 ટન, સીપીઓમાં 90,460 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,617 સોદાઓમાં રૂ.129.98 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 830 સોદાઓમાં રૂ.66.59 કરોડનાં 896 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 787 સોદાઓમાં રૂ.63.39 કરોડનાં 829 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,158 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 834 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,843ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,899 અને નીચામાં 14,831ના સ્તરને સ્પર્શી, 68 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 2 પોઈન્ટ વધી 14,843ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,255ના સ્તરે ખૂલી, 104 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 59 પોઈન્ટ વધી 15,274ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 16,434 સોદાઓમાં રૂ.1,920.24 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.392.27 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.16.59 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,511.20 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.164 ખૂલી, ઊપરમાં રૂ.197 અને નીચામાં રૂ.151 રહી, અંતે રૂ.1 ઘટી રૂ.164.50 થયો હતો. જ્યારે ચાંદી ઓગસ્ટ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,665 ખૂલી, ઊપરમાં રૂ.1,800 અને નીચામાં રૂ.1,632 રહી, અંતે...