હળવદ : હળવદમાં ચેક રિટર્નના બે કેસમાં આરોપીને એક-એક વર્ષની કેદની સજા કરવામાં આવી છે. હળવદ તાલુકાના માલણીયાદના બલભદ્રસિંહ ભગતસિંહ ઝાલા તેમજ જોગડના લાલુભા ભાવુભા ચૌહાણ એ ઘનશ્યામપુરના નાગરભાઈ પોપટભાઈ દલવાડી (સોનગ્રા) ને અનુક્રમે રૂ. 4,50,000 તેમજ રૂ. 1,00,000 હાથ ઉછીના આપેલ હતા. તે રકમનો નાગરભાઈ એ તેમને ચેક આપેલા હતા. તે રકમ સમયસર પરત ન કરતાં બલભદ્રસિંહ અને લાલુભા એ ચેક બેન્કમાં જમા કરાવતા ચેક રિટર્ન થતાં બંને એ પોલીસ સ્ટેશનમાં અલગ-અલગ ફરિયાદ કરી હતી. બંને કેસ હળવદના મહે.પ્રિ.ચીફ.જ્યુ.મેજી. જજ આર. એમ. કલોત્રા સમક્ષ ચાલેલ હતો. જેમાં ફરિયાદ પક્ષે આર. જે. ઝાલા તેમજ તોહમતદાર તરફે એલ. જી. સોનગ્રા એ રજુ રાખેલ પુરાવો અને દલીલોને ધ્યાને લઈ કોર્ટ એ બલભદ્રસિંહ ઝાલાના કેસમાં તોહમતદાર નાગરભાઈને 1 વર્ષની સાદી કેદ તથા રૂ. 5,32,000નો દંડ તેમજ લાલુભા ચૌહાણના કેસમાં તોહમતદાર નાગરભાઈને 1 વર્ષની સાદી કેદ તથા રૂ. 1,20,000 નો દંડ ફટકારતો ચુકાદો આપેલ છે. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..