વાહકજન્ય રોગ અંગે જન જાગૃતિ પણ ફેલાવાઈ મોરબી : સરકારના વાહક જન્યરોગ નિવારણ કાર્યક્રમ અંતર્ગત જે વિસ્તારમાં મેલેરિયાના કેસ વધુ હોય એ વિસ્તારમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવતું હોય છે. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી અને મોરબી જિલ્લા મેલેરિયા અધિકારીની સૂચના મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લાલપરના નવા જાંબુડિયા વિસ્તારમાં દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ લોકોમાં ચોમાસુ વાતાવરણમાં વાહકજન્ય રોગ જેવા કે મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ જેવા રોગોનો ઉપદ્રવ ના વધે તે માટે તકેદારીના પગલાં લેવા જન જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા લાલપર આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. ● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ? ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..