મોરબીથી ટંકારા સુધીના હાઇવેએ ત્રણ વર્ષમાં જ જવાબ આપી દીધો : જીવલેણ અકસ્માતનો ભય મોરબી : મોરબી રાજકોટ ફોર લેન હાઇવે નિર્માણ પ્રોજેકટ હજુ પૂર્ણ નથી થયો ત્યાં જ મોરબીથી ટંકારા સુધીના હાઇવે ઉપર ઠેક ઠેકાણે ભ્રષ્ટાચારના ગાબડા ઉખડતા વાહન ચાલકો માથે જીવલેણ અકસ્માતનું જોખમ સર્જાયું છે. રાજકોટ-મોરબી હાઇવે ફોર લેન પ્રોજેકટ અંતર્ગત હજુ મિતાણા, ટંકારા અને મોરબી ભક્તિનગર સર્કલ ઉપર ઓવર બ્રિજનું નિર્માણ પૂરું થયું નથી. અને 65થી 66 કિલોમીટર લંબાઈના રોડ ઉપર સફેદ પટ્ટા તેમજ ડિવાઈડરનું રંગરોગાન પણ બાકી છે; ત્યાં જ આ નવા નકોર રોડ ઉપર મોરબીથી ટંકારા સુધી ઠેરઠેર મસ મોટા ગાબડા પડી ગયા છે. ચાલુ વર્ષે હજુ ચોમાસુ જામ્યું નથી અને માંડ બે થી ચાર ઈંચ વરસાદ પડ્યો છે. ત્યાં જ મોરબી શહેરથી 22 કિલોમીટરના ગાળામાં રોડની મધ્યમાં જ ગાબડા પડી ગયા છે અને આ ગાબડા તારવવામાં દરરોજ નાના મોટા અકસ્માત સર્જાઈ રહ્યા છે. ખાસ કરીને અજંતાથી લઈ વિરપર અને લજાઈથી ટંકારા સુધીમાં વ્યાપક પ્રમાણમાં ગાબડા પડતા આ અગાઉ પણ કોન્ટ્રાકટર મારફતે બે થી ત્રણ વખત પેચવર્ક કરવામાં આવ્યા હતા. જે ખૂબ જ ટૂંકા ગાળામાં ફરી તૂટી ગયા છે. નોંધનીય છે કે, સરકારના નવા નિયમો પ્રમાણે કોઈપણ રોડના નિર્માણકાર્ય બાદ આવા રોડ રસ્તાની ગેરંટી લેવામાં આવતી હોય છે ત્યારે નવનક્કોર મોરબી-રાજકોટ હાઇવે નિર્માણના ત્રણેક વર્ષમાં જ ઠેરઠેર ગાબડા પડવાનું શરૂ થતાં આ પ્રોજેકટ ઉપર સવાલ ઉભા થયા છે. ચોંકાવનારી બાબત તો એ છે કે ત્રણ વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં હજુ સુધી રાજકોટ-મોરબી હાઇવે ઉપરના ત્રણ ઓવરબ્રિજનું કામ અત્યંત મંથર ગતિએ ચાલી રહ્યું છે અને હજુ પણ આગામી એક વર્ષમાં પૂર્ણ થાય તેવા કોઈ અણસાર નથી. ત્યારે કોન્ટ્રાકટર દ્વારા ઓવરબ્રિજ માટે કાઢવામાં આવેલા સર્વિસ રોડ ઉપર પણ નિયમ મુજબ ડામર કાર્પેટ કરવામાં આવતો ન હોય વાહન ચાલકોને આર્થિક નુકશાન સહન કરવું પડી રહ્યું છે. આમ છતાં, પ્રજાના પ્રતિનિધિ અને અધિકારીઓ પણ આ બાબતે મૌન ધારણ કરીને બેઠા હોય પ્રજાને સહન કર્યા વગર છૂટકો નથી. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..