હળવદના નવા માલણીયાદ ગામે વર્ષ 2016માં બનેલા બનાવમાં કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો હળવદ : હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે વર્ષ 2016માં ફરિયાદીના ઘરમાં ઘુસી એકલતાનો લાભ લઈ બિભત્સ માંગણી કરવાના કેસમાં હળવદ નામદાર કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. જેમાં હળવદ કોર્ટે આ કેસના આરોપીને બે વર્ષ અને નવ માસની કેદની સજા અને રૂપિયા વીસ હજાર પાંચસોનો દંડ ફટકાર્યો છે. આ કેસની વિગતો જોઈએ તો, હળવદ તાલુકાના નવા માલણીયાદ ગામે રહેતા એક બહેન પાસે તા.09/6/2016ના રોજ આ જ ગામે રહેતા મુકેશભાઈ લાલજીભાઈ પરમારે ફરિયાદી બેન ઘરે એકલા હોય ફરિયાદીના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશી એકલતાનો લાભ લઈ ફરિયાદી પાસે બિભત્સ માંગણી કરેલ જે બનાવની ફરિયાદ જે તે સમયે ફરિયાદીએ આરોપી મુકેશભાઈ લાલજીભાઈ પરમાર વિરૂધ્ધ હળવદ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ બિભત્સ માંગણી કરવા અંગેનો કેસ આર.એમ.કલોત્રા એડી.ચીફ.જ્યુડી. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ એ.પી.માલવણીયાની ધારદાર દલીલો અને ફરિયાદી પક્ષે રજૂ થયેલા 10 મૌખિક અને 2 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આ કેસમાં આરોપી મુકેશભાઈ લાલજીભાઈ પરમારને દોષિત ઠેરવી બે વર્ષ અને નવ માસની કેદની સજા તેમજ રૂપિયા વીસ હજાર પાંચસોનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી રૂપિયા પંદર હજાર માનસિક યાતના અને તકલીફ બદલ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાનો હુકમ આપ્યો હતો. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..