વાઘપર ખાતે નિર્મિત બાલવાટિકા 20મીએ ભૂલકાઓ માટે ખુલ્લી મુકાશે મોરબી : મોરબી તાલુકાના વાઘપર ગામમાં રહેતા યુવકે સદગત પત્નીની સ્મૃતિ રૂપે બાલવાટિકાનું નિર્માણ કર્યું છે. આ બાલવાટિકા તા. 20મીએ ભૂલકાઓ માટે ખુલ્લી મુકાશે. આમ, પતિએ સદગત પત્નીની યાદમાં બાલવાટિકા બનાવી સદગતને સાર્થક શ્રદ્ધાંજલિ અર્પી છે. વાઘપર ગામના વતની કૈલા રજનીભાઇ જાદવજીભાઇના ધર્મપત્ની સ્વ. કિર્તા (ઉ.વ. 35)નું 3 મહિના પહેલા તા. 12/04/2021ના રોજ કોરોના મહામારી દરમિયાન નિધન થયું હતું. આથી, કૈલા પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી. ત્યારબાદ રજનીભાઈને વિચાર આવ્યો કે સ્વ. કિર્તાની યાદમાં કંઈક બનાવવું છે. જેથી, તેમની સ્મૃતિ કાયમી જળવાઈ રહે અને સ્વર્ગસ્થ આત્મા શાંતિ પામે. આ વિચારની ફળશ્રુતિ રૂપે અગ્રણીઓએ પાટીદાર સમાજની વાડીના પ્રાંગણમાં એક બાલવાટિકા બનાવીએ તો? એવી વાત રજનીભાઇને જણાવી. જે વાતને રજનીભાઇ દ્વારા વધાવી લેવામાં આવી અને જે પણ ખર્ચ થાય તેની ચિંતા ના કરતા, બાળકોને સારામાં સારી બાલવાટિકા બનાવીને આપવી છે, તેમ જણાવવામાં આવ્યું હતું. આથી, સત્વરે બાલવાટિકાનું કામ ચાલુ કરવામાં આવ્યું અને મેનેજમેન્ટ ટીમ દ્વારા જે પણ આર્થિક જરૂરીયાત કહેવામાં આવી તે પુરી કરવામાં આવી હતી. વાઘપર ગામના લોકો, પટેલ સમાજ વાડીની સમીતી, યુવા ટીમ અને ખાસ એજ્યુકેશન ગ્રૂપનો સહકાર હરહંમેશ મળતો રહ્યો. તેમજ આ બાલવાટિકાની ડિઝાઇન બનાવવાનો અવસર રજનીભાઇના મિત્ર દિલ બાવરવાને મળ્યો અને વહિવટ તથા વ્યવસ્થા સંભાળવા માટે અન્ય મિત્રોનો સહયોગ મળ્યો હતો. હવે બાલવાટિકાનું કામ પૂર્ણતા તરફ છે. અને આગામી તા. 20 જુલાઈના રોજ વાઘપર ગામ ખાતે બાલવાટિકાનું લોકાર્પણ કરવાનો અવસર છે. આ કાર્યક્રમમાં બાલદેવોને બટુક ભોજન કરાવવામાં આવશે અને રામધૂન (અશોક ભાયાણી દ્વારા) પણ બોલાવવામાં આવનાર છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..