મોરબી પેરોલ ફર્લો સ્કવોડ એ આરોપીને ઝડપી હળવદ પોલીસને હવાલે કર્યો હળવદ : હળવદમાં છ માસ પહેલા બનેલા અકસ્માતના બનાવમાં નાસતા-ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી લીધો હતો. મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે આ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ માટે હળવદ પોલીસને હવાલે કર્યો હતો. મોરબી એસપી એસ.આર.ઓડેદરાએ જિલ્લામાં વિવિધ ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પડવાની સૂચના આપતા મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમ નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા પ્રયત્નશીલ હતી. ત્યારે હળવદમાં છ માસ પહેલા બનેલા અકસ્માતના બનાવનો નાસતો ફરતો આરોપી કચ્છમાં હોવાની નક્કર હકીકત મળતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમેં કચ્છના ભુજ જિલ્લાના ભચાઉ તાલુકાના ભરૂડિયા ગામેથી ફરાર આરોપી વિક્રમસિંહ ગંભીરસિંહ જાડેજાને ઝડપી લીધો હતો. તેમજ આગળની તપાસ માટે આરોપીને હળવદ પોલીસને સોંપવામાં આવ્યો છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..