મોરબી : મોરબીમાં કેંગન વોટર સેન્ટર અને ઇન્ડીયન લાયન્સ કલબ દ્વારા હેલ્થ જાગૃતિ સેમીનાર યોજાયો હતો. કેંગન વોટર સેન્ટર અને ઈન્ડીયન લાયન્સ કલબના સંયુકત ઉપક્રમે ગત તા. 11ના રોજ હેલ્થ અવેરનેશ સેમીનાર સમ્પન્ન થયો હતો. આ સેમીનારમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ હતા. નગરપાલીકાના પ્રમુખ કુસુમબેન કરમશીભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં શરૂ થયેલ આ સેમીનારમાં મોરબીના ગણમાન્ય લોકો ઉપસ્થિત રહેલ હતા. જેમાં વર્તમાન સમયમાં લોકોને પોતાની હેલ્થ માટે શું-શું કરવું અને ભવિષ્યમાં પણ હેલ્થ સારી રહે તે માટેનું સ્થળ ઉપર લાઈવ પ્રેઝન્ટેશન માર્ગદર્શન અપાયેલ આ સેમીનારમાં સંજયભાઈ સોંડાગર, જયેશભાઈ રાવલ, ભાવેશભાઈ પીપરવાડીયા ઉપસ્થિત રહયા હતા અને માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. કાર્યક્રમના આયોજક તરીકે ડો. નિલેશભાઈ ગામી, હર્ષદભાઇ ગામી, ડો. દિપકભાઈ ગામી એ ખૂબ જ જહેમત ઉઠાવેલ હતી. જેમા ઈન્ડીયન લાયન્સ કલબના પ્રમુખ ભાવેશભાઈ દોશી તથા સભ્યોએ ઉપસ્થિત રહી તેમની સાથે જરૂરી જહેમત ઉઠાવેલ હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોમાંથી ઘણા બધા લોકોએ પોતાને કેંગન વોટરથી થયેલ ફાયદા વિશે પોતાનો અભિપ્રાય વ્યકત કરેલ હતા. અંતમાં નાસ્તો તથા ચા-પાણીને ન્યાય આપી કાર્યક્રમ પૂર્ણ થયેલ હતો. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..