ટેક્સ ચુકવવા છતાં ઈ-વે બિલમાં રહેતી ટેકનિકલ ભૂલના કારણે દંડ ચૂકવવો પડતો હોવાથી ધંધાર્થીઓ પરેશાન મોરબી : ઈ-વે બિલમાં થતી ટેકનિકલ ભૂલ નિવારણના યોગ્ય માર્ગદર્શન આપવા બાબતે મોરબીના જાગૃત નાગરિક મેહલ એમ. ગાંભવા દ્વારા સહાયક રાજ્ય વેરા કમિશનને આવેદન પત્ર આપવામાં આવ્યું છે. આ આવેદન પત્રમાં જણાવાયું છે કે મોરબી જિલ્લામાં ઉદ્યોગ-વ્યાપાર સાથે સંકળાયેલા ધંધાદારો દ્વારા ધંધામાં થતાં માલના ખરિદ-વેચાણ સમયે જનરેટ કરાતા ઈ-વે બિલમાં ક્યાં કેવી વિગતો ભરવાની એ બાબતે માહિતીનો અભાવ હોવાથી ઈ-વે બિલમાં વારંવાર ટેકનિકલ ભૂલ રહેવા પામે છે. જેના પરિણામે કાયદેસરનો ટેક્સ ચુકવ્યા છતાં ઈ-વે બિલમાં રહેતી ટેકનિકલ ભૂલના કારણે મોટો દંડ ચૂકવવો પડે છે. આથી, ઈ-વે બિલ જનરેટ કરતી વખતે ક્યાં કેવી વિગતો ભરવી એ બાબતમાં વિસ્તારથી સમજ માટે એક સેશન/સેમિનારનું આયોજન કરી આ બાબતમાં માર્ગદર્શીત કરવામાં આવે એવી વિનંતી કરાઇ છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..