મોરબી : રાજસ્થાન અને મધ્યપ્રદેશથી સગીરાનું અપહરણ કરી બે આરોપીઓ મોરબી આવ્યા હોવાની બાતમીના આધારે આ રાજ્યોની પોલીસ ટીમો મોરબી તપાસ અર્થે દોડી આવી હતી. આથી તેમની સાથે તપાસમાં જોડાઈને મોરબી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે આ બન્ને આરોપીઓ સાથે ભોગ બનનારને શોધી કાઢીને આગળની કાર્યવાહી માટે બન્ને રાજ્યોની પોલીસની ટીમોને હવાલે કર્યા હતા. રાજસ્થાન રાજ્યના ઝાલાવાડ વિસ્તારમાં અગાઉ સગીરનું અપહરણ કરીને આરોપી સુરેશભાઈ પ્રકાશચંદ્ર મેઘવાલ મોરબી આવ્યો હોવાની બાતમીના આધારે ભવાનીમંડી પોલીસ સ્ટેશનની ટીમ મોરબી તપાસ અર્થે આવી હતી. તેથી, તેમની સાથે તપાસમાં જોડાઈને મોરબી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં આરોપીને સગીરા સાથે શોધી કાઢીને આ બન્નેને ભવાનીમંડી પોલીસ સ્ટેશનની ટીમ હવાલે કર્યા હતા. બીજા બનાવમાં મધ્યપરદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાના વિસ્તારમાં સગીરનું અપહરણ કરીને આરોપી દિલીપ ખુમસિંહ લુહાર મોરબી આવ્યો હોવાની બાતમીના આધારે મધ્યપ્રદેશના ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમ મોરબી આવતા આ ગુન્હાની પણ તપાસમાં જોડાઈને મોરબી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે મોરબીના ખાનપર ગામે વાડી વિસ્તારમાં આરોપીને સગીરા સાથે હસ્તગત કરીને બન્નેને ચાંદપુર પોલીસ સ્ટેશનની ટીમને સોંપી દીધા હતા. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..