સામાજિક આગેવાનોની આગેવાની હેઠળ વેપારીઓ સહિતના સ્થાનિકોએ પાલિકા તંત્રને કરી ઉગ્ર રજુઆત : તંત્રને 30 દીવસ સમસ્યાનો ઉકેલ લાવવાનું એલટીમેટમ ચિત્રકૂટ સિનેમાના પાસે ઓમ કોમ્પ્લેક્સની સામે ખૂણા ઉપર રોડના ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકો ઉપર અકસ્માતનું જોખમ મોરબી : મોરબીના ચિત્રકૂટ સીનેમા પાસેનો માર્ગ લાંબા સમયથી ખખડધજ હોવાથી ઠેરઠેર પડી ગયેલા ખાડા હાલ વરસાદના સમયે જોખમી પુરવાર થઇ રહ્યા છે. જેમાં ચિત્રકૂટ સિનેમાના પાસે ઓમ કોમ્પ્લેક્સની સામે ખૂણા ઉપર રોડના ખાડામાં વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને નાના મોટા અકસ્માત થતા હોવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોની ધીરજ ખૂટી હતી અને સામાજિક આગેવાનોની આગેવાની હેઠળ વેપારીઓ સહિતના સ્થાનિકોએ પાલિકામાં મોરચો માંડી પાલિકા તંત્રને કરી ઉગ્ર રજુઆત કરી હતી. મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઇ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા, અશોકભાઈ ખારચીયા, જનક રાજા, જગદીશભાઈ બાંભણીયા સહિતનાની આગેવાની હેઠળ જુના મહાજન ચોક પાસે ચિત્રકૂટ સીનેમા પાસેના માર્ગ પરના વેપારીઓ અને સ્થાનિકોએ આજે પાલિકા કચેરીએ દોડી જઈને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર રજુઆત કરી હતી કે, ઓમ કોમપ્લેક્સની સામે ચિત્રકૂટ સિનેમા પાસેનો રસ્તો એકદમ ભંગાર હાલતમાં છે ઠેરઠેર ખાડા પડી ગયા છે. જેની મરમત્તની ખાસ જરૂરત હોવા છતાં તંત્ર ધ્યાન ન આપતા હાલ વરસાદ સમયે આ રોડ ઉપર વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. જેમાં ચિત્રકૂટ સિનેમાના ઓમ કોમપ્લેક્સની સામેના ભાગે ખૂણા ઉપર રોડમાં અવરજવર કરવામાં ભારે હાલાકી પડે છે. વધુમાં જણાવ્યું હતું કે, આ રોડ ઉપર પડેલા ખાડામાં હાલ વરસાદી પાણી ભરાઈ રહેતા વાહનચાલકો ઉપર આફત સર્જાઈ છે. જેમાં મોટા વાહનોથી માંડીને નાના વાહનો આ રોડ ઉપર ભરેલા વરસાદી પાણીના ખાડામાં ખાબકે છે. જેથી વાહન ચાલકોને નાની-મોટી ઇજા થાય છે. આ રોડ ઉપર ખાડા-ખબડાને કારણે વારંવાર અકસ્માત સર્જાઈ છે. આ અંગે સ્થાનિકો અને વેપારીઓએ અગાઉ તંત્રનું ધ્યાન દોર્યું હતું. પણ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા હાલ રોડની ખરાબ દશા થઈ ગઈ છે. રોડ ઉપર ચોમાસાના પાણી ભરાઈ રહેવાને કારણે સ્થાનિકો અને દુકાનદારો તેમજ અન્ય નાના ધંધાર્થીઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. આથી વેપાર ધંધાને નુકશાન પહોંચે છે. તેથી આ રજુઆત સંદર્ભે 30 દિવસમાં રોડનું યોગ્ય કામકાજ કરવાની માંગ કરી છે. વેપારીઓ અને આગેવાનોની રજૂઆતને મોરબી પાલિકાના ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાએ ગંભીરતાપૂર્વક સાંભળીને આ પ્રશ્નના ઉકેલની ખાતરી આપી હતી. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..