હળવદ : હળવદ તાલુકાના રણછોડગઢ ગામે પરિણીતા પુત્ર સાથે ગુમ થઇ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. રણછોડગઢ ગામમા રહેતા નિતાબેન ઉર્ફે ટમીબેન ધીરૂભાઇ દઢૈયા (ઉ.વ. 38, ધંધો ઘરકામ) પોતાના દિકરા શૈલેશ (ઉ.વ. 9)ને સાથે લઇ પોતાની વાડીએથી ગઇ તા. 8ના રાત્રીના દસેક વાગ્યાથી તા. 9ના વહેલી સવારના ત્રણેક વાગ્યા પહેલા કોઇ વખતે કયાંક ચાલી ગયેલ છે. જે અંગે મહિલાના પતિએ ગઈકાલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુમશુદા માતા-પુત્રની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે નિતાબેન શરીરે મધ્યમ બાંધાની રંગે ઘઉ વર્ણની છે. મોઢું લંબ ગોળ છે. જેની ઉચાઇ આશરે ૫ ફૂટ જેટલી છે. આંખો કાળી છે. જે અભણ છે. જે ગુજરાતી,ભાષા જાણે છે. જેણે ઘરેથી નીકળેલ ત્યારે લીલા કલરની સાડી તથા પીળા કલરનુ બ્લાઉઝ પહેરેલ હતુ. તેમજ શૈલેશ શરીરે મધ્યમ બાંધાનો રંગે ઘઉ વર્ણનો છે. મોઢું લંબ ગોળ છે. જેની ઉચાઇ આશરે ૦૩ ફૂટ ૦૫ ઈંચ જેટલી છે. આંખો કાળી છે. જે ગુજરાતી ભાષા જાણે છે. જેણે ઘરેથી નીકળેલ ત્યારે લાલ કલરનુ શર્ટ પહેરેલ હતું. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..