વોર્ડ નંબર-4ના કાઉન્સીલરો અને અગ્રણીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન અપાયું મોરબી : મોરબી નજીક પસાર થતા વાંકાનેર નેશનલ હાઈવે ઉપર આવેલા નાલાઓ અને સર્વિસ રોડના કામ કમ્પલીટ થઈ ગયેલ હોય છતાં ખુલ્લા ન મુકાતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. આથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી પડે છે. તેથી વોર્ડ નંબર-4ના કાઉન્સીલરો અને અગ્રણીઓએ જિલ્લા કલેકટરને આવેદન મોરબી-વાંકાનેર હાઇવે પર નાલા અને સર્વિસ રોડને ખુલ્લા મુકવા માંગ કરી છે. મોરબીના વોર્ડ નં. 4ના પૂર્વ કાઉન્સીલર સુરેશભાઈ શિરોહીયા, ગૌતમભાઈ સોલંકી અને હાલના કાઉન્સીલર મનસુખભાઈ બરાસરા, ગીરીરાજસિહ ઝાલા તથા મોરબી જીલ્લા ભાજપ અનુ.જાતી મોરચોના ઉપપ્રમુખ બળવંતભાઈ સનાળીયા, ટ્રાન્સપોર્ટર અને સમાજ સેવક હર્ષદભાઈ વામજા વગેરેએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર, રફાળેશ્વર અને મકનસર ગામ પાસે બનાવવામાં આવેલ નાલાઓ એકાદ વર્ષથી કંપલીટ થઈ ગયા છે તેમ છતાં યેનકેન પ્રકારે આ નાલા ઉપર રાહદારીઓ તથા વાહનોને ચાલવા દેવામાં આવતા નથી. જેના કારણે હાઈવે ઉપર વાંરવાર ટ્રાફીક જામની સમસ્યાઓ ઉભી થાય છે અને ડાયવર્જન પણ બરાબર ન હોવાના કારણે અકસ્માતનો સતત ભય રહે છે. મોરબીથી વાંકાનેર હાઈવે ઉપર જે વધારાનો ટ્રાફીક થાય છે તેનું મૂળ કારણ આ બંધ પડેલ નાલાઓ છે. આથી આ નાલાઓ વહેલી તકે રાહદારીઓ અને વાહનો માટે ખુલ્લા મુકવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..