અગરિયા સમુદાયના લાભાર્થે ગામોને રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને ડેવલોપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવા રજૂઆત હળવદ : સુરેન્દ્રનગર લોકસભા સંસદીય મત વિસ્તારના કચ્છના નાના રણની કાંધીના હળવદ, ધ્રાંગધ્રા, દસાડા તાલુકામાં ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયની ડો. શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન (SPMRM) યોજનામાં ત્રણેય તાલુકાના એક-એક ગામનો ક્લસ્ટર જૂથમાં સમાવેશ કરીને તાલુકાના દસ ગામડાઓના આવા જૂથ રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને વિસ્તારના ગ્રામીણ સામુહિક વિકાસ માટેના ડેવલોપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરવા બાબતે ધ્રાંગધ્રાના સમસ્ત અગરિયા સમુદાય સંસ્થા દ્વારા આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાને સંબોધીને ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાને લેખિત રજૂઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયું છે કે કેન્દ્ર સરકારની ડો. શ્યામાપ્રસાદ મુખરજી રુબન મિશન (SPMRM) યોજના હેઠળ આશરે મોરબી જિલ્લાના ટીકર ગામનો ક્લસ્ટરમાં સમાવેશ કરીને ટીકર સહિત આજુબાજુના દસ ગામડાઓના આવા જૂથને રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને સામુહિક વિકાસ માટે આશરે ત્રીસ કરોડ રૂપિયાના જુદા-જુદા વિકાસ કામો કરવામાં પણ આવેલા છે. જેમાં ટીકર, ઘાટીલા, ઘનશ્યામગઢ, મિયાંણી, જુના અમરાપર, અજીતગઢ, ખોડ, મયાપુર, ઈંગોરાળા સહીતના રણકાંઠાના ગામોમાં લોકોને યોજનાના લાભો મળતા થયા છે. સુરેન્દ્રનગર લોકસભા સંસદીય મત વિસ્તારના કચ્છના નાના રણની કાંધીના હળવદ, ધ્રાંગધ્રા, દસાડા તાલુકાઓમાં ભારત સરકારના ગ્રામીણ મંત્રાલયની વિશેષ યોજના ડો. શ્યામાપ્રસાદ મુખરજી રૂર્બન મિશન યોજનામાં ત્રણેય તાલુકાના એક-એક ગામનો આ ક્લસ્ટર જૂથમાં સમાવેશ કરવામાં આવે તો તાલુકાના દસ-દસ ગામડાઓના જૂથને રૂર્બન પ્રદેશ તરીકે વર્ગીકૃત કરીને કેન્દ્ર સરકારની ગ્રામીણ મંત્રાલય વિભાગની યોજનાઓના ડેવલોપમેન્ટ પ્લાનમાં સમાવેશ કરીને સુરેન્દ્રનગર લોકસભા સંસદીય મત વિસ્તારના સામુહિક વિકાસ માટેના કામોનું આયોજન કરવા માટે અપીલ કરવામાં આવી છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..