વાંકાનેરના જોધપર ગામ નજીક અકસ્માતની ઘટનામાં કારચાલક સામે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરના જોધપર ગામ નજીક સ્કોર્પીયો કારચાલકે બાઇકને હડફેટે લેતા બાઈકસવાર શિક્ષકને ઇજા પહોંચી હતી. આ ઘટના અંગે બાઈકચાલકે કારચાલક સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રમેશભાઇ મીઠાભાઇ ધરજીયા (ઉવ.૪૨ ધંધો શિક્ષક રહે.ગાંગીયાવદર તા.વાંકાનેર) એ આરોપી ક્રીમ સફેદ કલરનો સ્કોર્પીયો કારનો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૦ ના રોજ વાંકાનેરના જોધપર ગામેં દોસ્તી પાન સામે સ્કોર્પીયો કારચાલકે પોતાનું વાહન બેફીકરાઇ અને ગફલતભરી રીતે વધુ સ્પીડમાં ચલાવી ફરીયાદીના હીરો હોન્ડા સ્પલેન્ડર જીજે-૦૩-ઇજી-૦૩૬૫ નબરના બાઈકને પાછળથી ઠોકર મારી બાઇક સાથે રોડ પટકાઇ જતા ફરીયાદીને ડાબા ખભામાં ફેક્ચર જેવી તથા હાથમાં કોણી પાસે ગંભીર ઇજા કરી આરોપી પોતાનું વાહન લઇ નાશી છૂટ્યો હતો. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..