પ્રથમ યુવકે યુવતીને ગળાટૂંપો દીધો ત્યારબાદ જાતે ગળાફાંસો ખાધો હોવાનું તારણ મોરબી : મોરબીમાં બંધ ઓરડીમાંથી એક યુવક અને યુવતીની લાશ મળતા પોલીસ દોડતી થઈ છે. જો કે આ બનાવમાં પ્રથમ યુવકે યુવતીને ગળાટૂંપો દીધો ત્યારબાદ જાતે ગળાફાંસો ખાધો હોવાનું તારણ લગાવવામાં આવી રહ્યું છે. જો કે સમગ્ર તથ્ય પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના સામાંકાઠે મફતિયાપરા પાસે ભારતનગર નજીક આવેલ એક ઓરડીમાંથી યુવક અને યુવતીની લાશ મળી આવતા સ્થાનિકોએ તુરંત પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે જાણ થતા વેંત જ બી ડિવિઝન પી.આઇ. વિરલ પટેલ, મહિલા પીએસઆઈ એલ.એન. વાઢીયા, પીએસઆઈ જાડેજાએ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. જાણવા મળતી વિગત અનુસાર યુવકનું નામ અનિલ ગાડુભાઇ રાઠોડ (ઉ.વ. 36) અને લલિતાબેન અનિલભાઈ રાઠોડ (ઉ.વ.34) છે. આ બનાવમાં અનિલભાઈએ લલિતાબેનને ગળેટૂંપો આપી ખાટલામાં સુવડાવી પોતે લટકીને ગળેફાંસો ખાઈ લીધો હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે. જો કે હાલ પોલીસે બન્નેના મૃતદેહોને પીએમ અર્થે મોકલી દીધા છે. બીજી તરફ બન્ને વ્યક્તિ મૂળ કયાના રહેવાસી છે. અને તેઓના પરિવારજનો કયા રહે છે. ઉપરાંત તેઓની મોત પાછળ શુ કારણ જવાબદાર છે. તે સહિતની વીગતો જાણવા તપાસનો ધમધમાટ ચલાવ્યો છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..