એકમાત્ર ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરવા અંગે ગુન્હો નોંધાયો મોરબી : મોરબી જિલ્લામાં હવે કોવિડ જાહેરનામા ભંગ કેસમાં ઉતરોતર ધટાડો થતા ગઈકાલે 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં પોલીસે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ આઠ સામે કાર્યવાહી કરી હતી. જ્યારે એકમાત્ર ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરવા સામે ગુન્હો નોંધાયો હતો. મોરબી જિલ્લામાં કોરોનાની વિદાય વચ્ચે સરકારે ઘણી છૂટછાટો જાહેર કરીને નિયંત્રણો ઉઠાવી લેતા હવે કોવિડ જાહેરનામા ભંગના કેસમાં મોટો ઘટાડો આવ્યો છે. જેમાં કોરોનાની જેમ જ કોવિડ જાહેરનામા ભંગના કેસ સિંગલ ડીઝીટમાં આવી ગયા હોય તેમ થોડા દિવસોથી 10 ની અંદર જ કેસ નોંધાઈ છે અને એ પણ માસ્ક સોશ્યલ ડિસ્ટન્સ ભંગના જ કેસ નોંધાઈ છે. જેમાં મોરબીમાં ગઈકાલે પોલીસે નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે રીક્ષાચાલકો, વેપારના સ્થળે માસ્ક પહેર્યા વગર ધંધો કરી વધુ ભીડ એકત્ર કરીને માસ્ક સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા ચાની લારીધારક, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે રીક્ષાચાલકો, માળીયામાં પણ નિયમ કરતા વધુ મુસાફરો ભરી માસ્ક સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા બે રીક્ષાચાલકો અને ટંકારામાં કોવિડ ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા એક રીક્ષાચાલક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..