મોરબી જિલ્લા કલેકટરને આવેદન આપી માંગણી કરાઈ : મોરબી જિલ્લામાં હરતા-ફરતા બાયોડીઝલના પંપ સામે કડક કાર્યવાહી કરો રાત્રે નાના વાહનોમાં પંપ ગોઠવી કાળો કારોબાર કરાતો હોવાની ફરિયાદ મોરબી : રાજ્ય સરકારે તાજેતરમાં ગેરકાયદે બાયોડિઝલના વેચાણ સામે કડક કાર્યવાહીના આદેશો આપતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે અને પોલીસ દ્વારા બાયોડિઝલના વેચાણ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પણ અમુક તત્વો દિવસે નહિ પણ રાત્રે નાના વાહનોમાં બાયોડિઝલના પંપ બનાવીને કાળો કારોબાર કરતા હોવાની ફરિયાદ સાથે મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિએશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે અને આ હરતા ફરતા બાયોડીઝલના પંપ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠાવી છે. આવેદનપત્રમાં જણાવ્યું હતું કે તાજેતરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં લેવાયેલા નિર્ણય બાદ કેમિકલયુક્ત ઈંધણની વાહનોમાં થતો ઉપયોગ મોટા ભાગે બંધ થયો છે. પરંતુ આવા ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા માણસો દ્વારા રાત્રીના સમય દરમ્યાન મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આવા કેમિકલયુક્ત પદાર્થો ભરી અને હરતા ફરતા પંપ દ્વારા વેચાણની નવી શરૂઆત થઈ છે. જેને તાત્કાલિક અસરથી પગલાં લઈ બંધ કરાવવું ખુબ જ આવશ્યક છે. બાયોડીઝલના નામે અનઅધિકૃત કેમિકલ પદાર્થોનું વેચાણ તે સરકારની આવકને મોટું આર્થિક નુકસાન પહોંચાડે છે. સાથે સાથે વાહનોમાં ચલાવવામાં આવતાં કેમિકલયુક્ત પદાર્થોના ઉપયોગથી ઉત્સર્જિત ઝેરી ધુમાડો પર્યાવરણને ખુબ જ નુકસાન પહોંચાડે છે. આ બાબતને ધ્યાનમાં લેતા તાત્કાલિક અસરથી આવા હરતા-ફરતા કેમિકલવાળા પંપોને બંધ કરવા અને આવા ધંધા સાથે સામેલ વ્યકિતઓની સામે કડકપણે પગલાં લેવાની માંગ ઉઠાવી છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..