ભગવાનની મૂર્તિઓ કંડારી ભક્તિભાવ અને નિપુણતાનો પરિચય આપ્યો મોરબી : મોરબીના શિલ્પકારે માત્ર બે સેન્ટીમીટરના ચોક ઉપર કોતરણી કરી કૃષ્ણ, સુભદ્રા અને બલરામની અદભૂત મૂર્તિઓ બનાવી પોતાનો ભક્તિભાવ અને નિપુણતાનો પરિચય આપ્યો છે. આજે અષાઢી બીજનો તહેવાર છે. આ તહેવાર ભગવાન જગન્નાથ એટલે કે શ્રીકૃષ્ણ, તેમના બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલભદ્ર સાથે સંકળાયેલો છે. ત્યારે મોરબી તાલુકાના મકનસર ગામમાં રહેતા શિલ્પકાર પ્રજાપતિ કમલેશ અમૃતલાલ નાગવડિયાએ પોતાની કલાકારીગરીથી માત્ર બે સેન્ટીમીટરના ચોક ઉપર કોતરણી કરી જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના સુંદર શિલ્પ બનાવ્યા છે. કમલેશભાઈએ આ રીતે મૂર્તિઓ બનાવી શિલ્પકળામાં પોતાની આવડત અને અનુભવની સાથે ભગવાન પ્રત્યે ભક્તિ પ્રસ્તુત કરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..