મોરબી : હાલ વીમા ક્ષેત્રમાં રોજગારીની સારી તકો રહેલી છે. જે રોજગાર ઇચ્છુક ઉમેદવારોને રોજગાર માટે એક સારું પ્લેટફોર્મ આપે છે. યોગ્ય માર્ગદર્શનથી ઉજવળ કારકિર્દી બનાવી શકાય એ હેતુથી મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા વીમા ક્ષેત્રની કારકિર્દી માર્ગદર્શન અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. જે તા.૧૪/૦૭/૨૦૨૧ ના રોજ બપોરે ૧ કલાકે google meet ના માધ્યમથી આપેલી લિન્ક https://meet.google.com/cwg-yubj-zss દ્વારા જોઇન્ટ થઈ શકાશે. Google Play Store માંથી google meet એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે. આ અંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં. ૨૧૪ થી૨૧૬, મોરબી, તેમજ રોજગાર સેતુ હેલ્પલાઇન નં. ૬૩૫૭૩ ૯૦૩૯૦ પર માહિતી મળી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે. ● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ? ● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક.. ● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..