ક્રૂડ તેલમાં ઘટાડોઃ કપાસ, સીપીઓ, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક સુધારોઃ કોટન નરમ બુલડેક્સ ફ્યુચર્સમાં 65 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 112 પોઈન્ટની મૂવમેન્ટ મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 1,32,150 સોદાઓમાં કુલ રૂ.11,810.83 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં નવા સપ્તાહનાં કામકાજનો પ્રારંભ વાયદાના ભાવમાં નરમાઈ સાથે થયો હતો. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.219 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.521 ઘટ્યો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ ઘટી આવી હતી. એનર્જીમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઢીલાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, સીપીઓ, મેન્થા તેલ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો થયો હતો, જ્યારે કોટન નરમ ટ્રેડ થઈ રહ્યું હતું. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના જુલાઈ વાયદામાં 65 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના જુલાઈ વાયદામાં 112 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીમાં 57,270 સોદાઓમાં કુલ રૂ.4,314.41 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.47,807ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.47,820 અને નીચામાં રૂ.47,581 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.219 ઘટી રૂ.47,704ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.82 ઘટી રૂ.38,237 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.13 ઘટી રૂ.4,719ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.47,750ના ભાવે ખૂલી, રૂ.191 ઘટી રૂ.47,707ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.69,000 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.69,121 અને નીચામાં રૂ.68,670 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.521 ઘટી રૂ.68,776 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.471 ઘટી રૂ.68,970 અને ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.481 ઘટી રૂ.68,956 બોલાઈ રહ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં 35,425 સોદાઓમાં કુલ રૂ.2,512.39 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,561ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,564 અને નીચામાં રૂ.5,462 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.73 ઘટી રૂ.5,481 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.10 ઘટી રૂ.272.70 બોલાઈ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં 1,620 સોદાઓમાં રૂ.175.49 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,285ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1290 અને નીચામાં રૂ.1284 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.4.50 વધી રૂ.1,287 બોલાઈ રહ્યો હતો. આ સામે રબર જુલાઈ વાયદો 100 કિલોદીઠ રૂ.16,900ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.16,960 અને નીચામાં રૂ.16,802 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.44 વધી રૂ.16,931ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ જુલાઈ કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,032.50ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1043.80 અને નીચામાં રૂ.1031.10 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.6 વધી રૂ.1040.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.10 વધી રૂ.998.30 અને કોટન જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.30 ઘટી રૂ.25,180 બોલાઈ રહ્યો હતો. કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 16,011 સોદાઓમાં રૂ.2,652.77 કરોડનાં 5,558.301 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 41,259 સોદાઓમાં કુલ રૂ.1,661.64 કરોડનાં 240.877 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 11,748 સોદાઓમાં રૂ.1,109.32 કરોડનાં 20,15,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 23,677 સોદાઓમાં રૂ.1,403.07 કરોડનાં 5,15,77,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કપાસના વાયદાઓમાં 11 સોદાઓમાં રૂ.0.28 કરોડનાં 44 ટન અને કોટનના વાયદાઓમાં 254 સોદાઓમાં રૂ.21.88 કરોડનાં 8650 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 199 સોદાઓમાં રૂ.9.71 કરોડનાં 97.2 ટન, રબરના વાયદાઓમાં 47 સોદાઓમાં રૂ.0.90 કરોડનાં 53 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,109 સોદાઓમાં રૂ.142.72 કરોડનાં 13,790 ટનનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 16,620.947 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 518.987 ટન, ક્રૂડ તેલમાં 6,36,700 બેરલ અને નેચરલ ગેસમાં 2,41,05,000 એમએમબીટીયૂ તેમજ કપાસમાં 52 ટન, કોટનમાં 175000 ગાંસડી, મેન્થા તેલમાં 359.64 ટન, રબરમાં 135 ટન, સીપીઓમાં 89,090 ટનના સ્તરે રહ્યો હતો. ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં 1,575 સોદાઓમાં રૂ.128.78 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 748 સોદાઓમાં રૂ.58.87 કરોડનાં 802 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 827 સોદાઓમાં રૂ.69.91 કરોડનાં 916 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 1,322 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 679 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જુલાઈ વાયદો 14,692ના સ્તરે ખૂલી, ઊપરમાં 14,711 અને નીચામાં 14,646ના સ્તરને સ્પર્શી, 65 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 69 પોઈન્ટ ઘટી 14,676ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ જુલાઈ વાયદો 15,320ના સ્તરે ખૂલી, 112 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 101 પોઈન્ટ ઘટી 15,257ના સ્તરે પહોંચ્યો હતો. ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 22,392 સોદાઓમાં રૂ.2,164.42 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.289.02 કરોડ, ચાંદીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.14.37 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,860.83 કરોડનાં કામકાજ થયાં હતાં. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં સોનું જુલાઈ રૂ.48,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.375 ખૂલી, ઊપરમાં રૂ.375 અને નીચામાં...