મોરબી : આજે અષાઢી બીજ નિમિત્તે સાંજે મોરબી અપડેટના ફેસબૂક પેઇજ પર લાઈવ સાંસ્કૃતિક સંધ્યા માણી શકાશે. આજે અષાઢી બીજનું પાવન પર્વ છે. અષાઢી બીજે ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે. તેમજ કચ્છીઓના નૂતન વર્ષનો આરંભ થાય છે. કહેવાય છે કે આ દિવસે મેઘરાજાની અચૂક મહેર વરસાવે. આથી, ખેડૂતો માટે પણ મહત્વનો દિવસ એવા અષાઢી બીજના તહેવારની ઉજવણી પ્રસંગે મોરબી અપડેટ દ્વારા ઓનલાઇન લાઈવ સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. સાંસ્કૃતિક સંધ્યા કાર્યક્રમનું સાંજે 6 કલાકે ફેસબૂક પેઇજ પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં કલાકાર તુષારભાઈ પૈજા અને તેની ટીમ કલા પ્રસ્તુત કરશે. જેમાં કથાકાર ડો. દિલીપ વ્યાસ (પૈજા), કલાકાર ચંદુ રાઠોડ, મંથન ધાનજા, અવની ગોસ્વામી, ધ્રુવી કડિવાર અને ભક્તિ દવે જોડાશે. મોરબીવાસીઓ https://www.facebook.com/morbiupdate લિંક પર ક્લિક કરી સહપરિવાર કાર્યક્રમ માણી શકશે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..