વાંકાનેર : વાંકાનેર તાલુકાના અમરસર ગામે મોટરસાયકલ ચાલકે રાહદારી યુવતીને હડફેટે લઈ ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અમરસર ગામમાં રહેતા કરીનાબેન હુસેનભાઈ અલારખાભાઈ બાંભણીયા (ઉ.વ. 19) રોડ પર પગપાળા ચાલીને જતા હતા. ત્યારે મો.સા.નં. GJ-36-A-6880 ચાલક વિનોદભાઈ જીવાભાઈ એ મોટરસાયકલ બેફીકરાઈથી ચલાવી હડફેટે લીધા હતા. આથી, કરીનાબેનને ડાબા પગે ઢીંચણના ભાગે તથા કમરના ભાગે ફ્રેક્ચરની ઇજા તથા હાથે છોલાયેલની ઇજા પહોંચી હતી. આ અકસ્માત અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મોટરસાયકલચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..