માળીયાના વિરવિદરકા ગામે મારમારીની ઘટનામાં ત્રણ ઘાયલ : ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ માળીયા : માળીયાના વિરવિદરકા ગામે દીકરી વિશે ખરાબ વાતો કરવા મામલે ઠપકો આપતા બઘડાટી બોલી ગઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ છુટા પથ્થર-ઇટોના ઘા મારી અને બાવળના બડીકાથી આડેધડ માર મારતા ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા હતા. આ બનાવ અંગે ચારેય આરોપીઓ સામે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની માળીયા (મીં.) પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર માળીયા (મી.) તાલુકાના વિરવિદરકા ગામે રહેતા હિરાભાઇ રતુભાઇ થરેશાએ આરોપીઓ વિક્રમભાઇ જયંતીભાઇ શંખેશરીયા, સુધીરભાઇ લાલજીભાઇ શંખેશરીયા, બટુકભાઇ રણછોડભાઇ શંખેશરીયા, જયંતીભાઇ લાલજીભાઇ શંખેશરીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે, તા. ૧૦ના રોજ સાંજના સાડા છ વાગ્યેના અરસામા વિરવિદરકા ગામે સાહેદ રમેશભાઇ રતુભાઇની દિકરી બાબતે એક આરોપી ગામમા ખરાબ વાતો કરતો હોવાથી સાહેદે તેને ઠપકો આપેલ હોય, જે બાબતનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને તથા સાહેદોને જેમ ફાવે તેમ ગાળો આપી છુટા પથ્થર તથા ઇટોના ઘા મારી તેમજ બાવળના બડીકા વડે આડેધડ માર મારી ફરીયાદીને ગાલના ભાગે તથા સાહેદ નિલેને માથામા તથા ભરતભાઇ તથા અજયભાઇને શરીરે મુંઢ ઇજા પહોચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..