મહેન્દ્રનગર નજીક બનેલી ઘટના મોરબી : મોરબી મહેન્દ્રનગર સીએનજી પંપ નજીક કોમર્શિયલ કોમ્પ્લેક્સના રવેશમાં એક દુકાનથી બીજી દુકાનમાં જતી વેળાએ પગ લપસી જવાથી પડી જતા નાની વાવડી ગામના યુવકનું મોત નીપજ્યું હતું. નાની વાવડી ગામમાં રહેતા 36 વર્ષીય રાજેન્દ્રસિંહ દોલુભા જાડેજા ગત તા. 10ના રોજ મહેન્દ્રનગરમાં સી.એન.જી. પંપ નજીક ઇન્દ્ર પ્લાઝા કોમ્પલેક્ષમાં ચોથા માળે એક દુકાનથી બીજી દુકાનના રવેશમા જતા હતા. ત્યારે ત્યાં પાણી ભરાયેલ હોય. જેથી, અકસ્માતે પગ લપસતા નીચે પડી જતા શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનું મૃત્યુ થયું હતું. મોરબી સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોત દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..