બેંકનું રૂટિન કામકાજ બંધ રહેતા લોકોને ધરમનો ધક્કો મોરબી : મોરબીની બેંક ઓફ બરોડા શાખામાં આજે નેટ કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. આથી બૅંકના નાણાંકીય વ્યવહારો અટકી પડવાની સાથે બેંકનું રૂટિન કામકાજ બંધ રહેતા લોકોને ધરમનો ધક્કો થયો હતો. મોરબીમાં આવેલી બેંક ઓફ બરોડા શાખાના સત્તાધીશીએ નેટ કનેક્ટિવિટી બંધ થઈ ગઈ હોય. હાલ બેંકનું કામકાજ બંધ રહેશે. તેવું બેંકની બહાર બોર્ડ લગાવીને સત્તાવાર રીતે જાહેર કર્યું હતું. બેંક ઓફ બરોડામાં નેટ કનેક્ટિવિટી બંધ થઈ જવાથી ઓનલાઈન કામગીરી ખોરવાઈ ગઈ છે. જેથી, નાણાકીય લેવડ-દેવડનું કામકાજ પણ બંધ થઈ ગયું છે. આથી, આજે બેંકમાં રૂટિન નાણાકીય લેવડ-દેવડના કામકાજ માટે આવેલા લોકોને ધક્કો થયો હતો. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..