કિંજલબેન, સોનલબેન, ગીતાબેન અને ગુલાબભાઇ સહિતના સાત દેશી દારૂ વેંચતા ઝડપાયા મોરબી : મોરબી જિલ્લામાં દેશી અને વિદેશી દારૂ વેચાણની બદી ફૂલી ફાલી છે ત્યારે ગઈકાલે પોલીસ દ્વારા જુદા-જુદા સાત દરોડામાં ત્રણ મહિલા સહીત સાત શખ્સો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી 33 લીટર દેશી દારૂ કબ્જે કરવામાં આવ્યો હતો. દેશીદારૂના દરોડા અંગેની કાર્યવાહીમાં વજેપર રોડ ઉપરથી પોલીસે કિંજલબેન વિશાલભાઇ થરેસા (રહે.મોરબી વજેપર મેઇન રોડ સરદારજીના બંગ્લાની બાજુમાં) વાળી મહિલાને કોથળીઓ નંગ-૨૮ દેશી દારૂ લી.૦૫ કિ.રૂ.૧૦૦નો મુદામાલ સાથે તેમજ કંડલા બાયપાસ દલવાડી સર્કલની બાજુમાંથી સોનલબેન પ્યારૂભાઇ પરમાર (રહે.મોરબી કંડલા બાયપાસ પચ્ચીસ વારીયા પાસે જૂપડામાં) દેશી દારૂની કોથળી નંગ-૧૨, રૂ.૬૦ અને ઇન્દીરાનગર વિસ્તારમાંથી ગીતાબેન ધીરૂભાઇ સુરેલા (રહે. ઇન્દીરાનગર) ખોડીયારમાંના મંદીર પાસેથી કોથળી નંગ-૨૦, લીટર-૦૫ કી.રૂ.૧૦૦ સાથે મળી આવ્યા હતા. આ ઉપરાંત મહેન્દ્રનગર ગામના ઝાપા પાસેથી કમલેશભાઇ કેસુભાઇ ભોજવીયા (રહે-મહેન્દ્રનગર ગામ પંચાયત ઓફીસ પાસે મોરબી) કોથળીઓ નંગ-૨૦ દારૂ લીટર-૦૫ કી.રૂ.૧૦૦ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા તેમજ હરેશભાઇ પોપટભાઇ સુરાણી (રહે- જુના ઘાટીલા તા.માળીયા) વાળાને દેશી દારુ લી.૦૫ કિ.રૂ.૧૦૦ સાથે અને જુસબભાઇ ગગાભાઇ જેડા (રહે.માળીયા મીયાણા તળાવની પાર પાસે) વાળાને માળીયા ગેબનશાપીરની દરગાહ પાસેથી દારૂની કોથળીઓ નંગ-૧૬ કિ.રૂ.૬૦ સાથે અને ગુલાબભાઇ માવજીભાઇ બારૈયા (રહે.ગામ જુના દેવળીયા મોતીનગર તા.હળવદ) વાળાને દેશી દારૂ લીટર ૭ કિ.રૂ ૧૪૦ સાથે ઝડપી લઈ પોલીસે પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..