લગ્નને હજુ બે માસ જ થયા હોય ત્યાં પરિણીતાએ જીવાદોરી ટૂંકાવી ટંકારા : ટંકારા તાલુકામાં પરિણીતાના લગ્નને હજુ બે માસ જ થયા હોય ત્યાં તેણે કારખાનાની ઓરડીમાં ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. ટંકારામાં અજંતા કારખાનાની સામે એશિયન ફ્લેક્સિપેક કારખાનાની ઓરડીમા રહેતી 20 વર્ષીય નિતાબેન પંકજભાઇ બાવળીયા (મુળ રહે દાહોદ) એ કારખાનાની ઓરડીમાં ગઈકાલે તા. 10ના રોજ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાય લેતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં પોલીસે મૃતકના આપઘાત કારણ જાણવા સહિતની તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકના લગ્ન હજુ બે માસ જેટલો સમયગાળો જ થયો હતો. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..