મોરબી : મોરબી તાલુકા વિસ્તારમાંથી દોઢ વર્ષ અને છ માસ પહેલા સગીર વયની બાળાઓનું અપહરણ કરી ભગાડી જનાર બે આરોપીઓને મોરબી એન્ટ્રી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે રાજસ્થાન અને પંજાબ રાજ્યમાંથી દબોચી લીધા હતા. પોલીસે બન્ને આરોપીઓની વિધિવત ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી તાલુકાના અલગ-અલગ વિસ્તારમાં દોઢ વર્ષ પહેલા એક સગીર બાળા અને છ માસ પહેલા બીજી સગીર બાળા એમ બે સગીર બાળા અપહરણના ગુન્હા નોંધાયા હતા. આથી એસ.પી. એસ.આર.ઓડેદરાએ એન્ટ્રી હ્યુમન ટ્રાફિકિંગ ટીમને આ સગીર બાળાને શોધી કાઢવા તેમજ બન્ને કેસના આરોપીઓને પકડી લેવાની સૂચના આપી હતી. જેની તપાસ દરમિયાન આ કેસના આરોપીઓ રાજસ્થાન અને પંજાબ રાજ્યમાં હોવાની નક્કર હકીકત મળતા એન્ટ્રી હ્યુમન ટ્રાફિકિંગ ટીમ રાજસ્થાન અને પંજાબ તેમજ ઉત્તરપ્રદેશમા દોડી ગઈ હતી. પોલીસની એન્ટ્રી હ્યુમન ટ્રાફિકિંગ ટીમે રાજસ્થાન અને પંજાબ રાજ્યમાં તપાસ દરમિયાન મોરબી તાલુકા વિસ્તારમાં સગીરાનું અપહરણ કરીને ભગાડી જનાર આરોપી કિશન રમેશચંદ્ર મેઘવાલ (રહે. રાજસ્થાન)ને તેના વતન રાજસ્થાનમાંથી અને સતેન્દ્રકુમાર બ્રિજેશકુમાર ઉર્ફે બ્રજનાથ રાજભર (રહે. ઉત્તરપ્રદેશ)ને પંજાબ રાજ્યમાંથી ઝડપી લીધા હતા. પોલીસે બન્ને ભોગ બનનારને શોધી કાઢી અને આરોપીઓ સાથે મોરબી લાવી આગળની તજવીજ હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..