વાંકાનેરના સરતાનપર સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટર પાસેના બનાવમાં પાંચ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ વાંકાનેર : વાંકાનેરના સરતાનપર સીમમાં આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં ચોર ઘુસી આવ્યો હોવાનું માનીને શ્રમિકો એક અજાણ્યા શખ્સ ઉપર તૂટી પડ્યા હતા અને ઢોર માર માર્યો હતો. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલા અજાણ્યા પુરુષનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ બનાવ અંગે પાંચ શખ્સો સામે હત્યાનો ગુન્હો દાખલ કરીને વાંકાનેર તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી રજનીશભાઇ હસમુખભાઇ કોઠીયા (ઉવ.૨૫ ધંધો.વેપાર રે.પીપળીયા, મોરબી) એ આરોપીઓ બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન (મુળ રે.ઉત્તર પ્રદેશ) અસલમ જાબુદીન મલીક (મુળ રે.ઉત્તર પ્રદેશ) કપીલકુમાર વીરપલસિંહ (મુળ રે.ઉત્તર પ્રદેશ) રાહુલકુમાર સંજયસિંહ (મુળ રે.ઉત્તર પ્રદેશ) મહેન્દ્રસિંહ ધરનાસિંહ (મુળ રે.અજમેર રાજસ્થાન) સામે અજાણ્યા પુરુષની હત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે તા.૯ ના રોજ રાત્રીના ૨ થી ૩ વાગ્યાના અરસામાં સરતાનપર સીમ ફ્લાય સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટર પાસે બનેલા આ બનાવમાં એક અજાણ્યો પૂરૂષ ઉમંર આશરે ૨૫ થી ૩૫ વાળાએ વહેલી રાત્રીના ૨ થી ૩ વાગ્યાના અરસામાં એક આરોપીની પત્ની બાનુબેન તથા તેમની દિકરી લેલાબેન સુતા હતા ત્યારે તેમનુ ગોદડુ ખેંચતા તેઓ જાગી જતા દેકારો કરતા અજાણ્યો ઇસમ ચોરી કરવા આવેલ હોવાનું લાગતા આરોપી બબુદીન ઉર્ફે રાજુભાઇ અલીખાન (મુળ રે.ઉત્તર પ્રદેશ), કપીલકુમાર વીરપલસિંહ (મુળ રે.ઉત્તર પ્રદેશ), રાહુલકુમાર સંજયસિંહ (મુળ રે.ઉત્તર પ્રદેશ), મહેન્દ્રસિંહ ધરનાસિંહ (મુળ રે.અજમેર રાજસ્થાન), અસલમ જાબુદીન મલીક (મુળ રે.ઉત્તર પ્રદેશ)વાળાએ અજાણ્યા પૂરૂષને પકડી લાકડી વતી માર મારી તથા માથુ પકડી પછાડી ઢીકાપાટુનો ઢોર માર મારતા અજાણ્યા પુરૂષને માથામાં ગંભીર ઇજા કરી મોત નિપજાવીને હત્યા કરી નાખી હતી. આ બનાવની ફરિયાદ પરથી પોલીસે તમામ આરોપીઓ સામે આઇ.પી.સી. ક.૩૦૨, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, જીપી એકટ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી આ બનાવની વધુ તપાસ ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. એ. જાડેજા ચલાવી રહ્યા છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..