મોરબી ફાયર બ્રિગેડ ટીમે ભારે જાહેમતે મૃતદેહ બહાર નીકાળ્યો મોરબી : મોરબીની કંસારા શેરીમાં રહેતા કિશોરનું મચ્છુ નદીમાં ઝૂલતા પુલ નજીક આવેલી રેલિંગ પાસે ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે. ફાયર બ્રિગેડ સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી મચ્છુ નદીમાં ડૂબી જવાથી કંસારા શેરીમાં રહેતા હર્ષ દિનેશભાઇ વસરાણી (ઉ.વ.14) નામના બાળકનું મૃત્યુ નિપજ્યુ છે. બાળકના મૃતદેહને શોધવા ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. અને ઝૂલતા પુલની રેલિંગ નજીકથી બાળકનો મૃતદેહ મળી આવતા હાલ મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ પણ દોડી આવી હતી અને અકસ્માતે મૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. - પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો.. - ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક.. - હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે? આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..